આજે મેં એક ગાંડો જોયો...
હાથમાં ફાટેલી થેલી લઇ ને હસતો હસતો ક્યાંક જઈ રહ્યો હતો...
એક બાજુ થી ફાટેલી થેલી માં હવા ભરી ને ખુશ થતો ક્યાંક જઈ રહ્યો હતો...
એક બાજુ થી હવા એને જ મળી રહી છે એમ માનીને ખીલખીલાટ હસતો ક્યાંક જઈ રહ્યો હતો...
બીજી બાજુ થી હવા નીકળી રહી છે એની પરવા કર્યા વગર હસતો રમતો ક્યાંક જઈ રહ્યો હતો...
રોજ સવારે હું પણ એક ગાંડા ને જોઉં છું...
જે ક્યાંક વહેલો સવારે ઉઠી ને દુનિયા ની દૌડમાં ભાગતો હોય છે...
ના જાણે કઈ હવા ભરવા એ જ ફાટેલી થેલી લઇ ને પોતાની ધૂન માં દોડતો હોય છે...
પોતાને ખુશીઓરૂપી હવા આગળ થી મળી રહી છે એમ માનીને દૌડતો હોય છે...
બીજીજ બાજુથી એજ ખુશીઓ ક્યાંક નીકળી જટી હોયછે એ વાત થી બેખબર બની ને હસતો રમતો દોડતો હોય છે...
રસ્તામાં મળતા ઘણા લોકો એને જોઈ ને હસ્તા હોય છે પણ એ તો ભીડ ની પરવા કર્યા વગર દોડતો રહેતો હોય છે...
ક્યાંક એ નજર ઉઠાવીને જુએ છે તો ખબર પડે છે કે દુનિયા નો દરેક માણસ એમ જ ગાંડો બનીને દોડતો હોય છે...
ક્યારેક પોતે પણ એજ ગાંડો છે એમ ભૂલીને બીજા પર હસતો હસતો દોડતો રહેતો હોય છે...
આજે ક્યાંક મેં પોતાને એ ધૂની ગાંડા માં જોયો...
અને ક્યાંક એ ધૂની ગાંડામાં મેં પોતાને જોયો...
આજે મેં એક ગાંડો જોયો......