Friday, March 18, 2011

...કુરબાની...


વોહ સુબહ ભી કિતની સુહાની હોગી,
જિસમેં આપકી આવાઝ હંમે જગાતી હોગી...

વોહ રાત ભી કિતની રવાની હોગી ,
જિસમેં આપકી યાદો કી બાહો કે સાથ નીંદ આતી હોગી...

વોહ મૌત ભી કિતની હસીન હોગી,
જિસમેં આપકે પ્યાર કે લીયે હમારી કુરબાની હોગી...

Thursday, March 10, 2011

જીવન અને મૃત્યુ માત્ર તારી જોડે થાય....


તારી આંખો ને જોઈને એવું થાય છે કે મારો જન્મ તારા નેત્રો માં થાય અને મૃત્યુ તારા આંસુમા થાય..

તારા હોઠ ને જોઈ ને એવું થાય છે કે વરસાદ નું પાણી જે તારા હોઠો ને સ્પર્શી રહ્યું છે તેમાં મારું જીવન થાય અને જે બુંદ તારા હોઠો ને સ્પર્શી ને વહી જશે એમાં મારું મૃત્યુ થાય..

તારા હૃદય ના દરેક ઉઠતા સ્પંદન માં મારું જીવન થાય અને પસાર થઇ ગયેલા સ્પંદન મારું મૃત્યુ થાય..

તારા દરેક અંદર જતા શ્વાસમાં મારું જીવન સર્જાય અને દરેક બહાર જતા શ્વાસ જે તેને સ્પર્શી ને વહી ચુક્યા છે એમાં હું મલીન થાઉં..

બસ એક જ વાત કહું કે મારું જીવન તારી જોડે થાય અને મૃત્યુ તારાથી અલગ થઇ ને થાય...



Monday, March 7, 2011

..જીવન નો વળાંક..


આ જીવન માં ક્યારેક એવો વળાંક આવે છે જ્યારે કોઈ ગમવા લાગે છે..

એ વ્યક્તિ ની વાતો ગમવા લાગે છે..

એની વાતો માં હા માં હા મેળવવું ગમવા લાગે છે..

એ વ્યક્તિ માત્ર પોતાની સાથે જ વાતો કરે એવી ચાહના થવા લાગે છે..

પણ.....

જ્યારે એ વ્યક્તિ ને જ આપણું ગમવુંગમતું નથી ત્યારે મન ખુબ જ દુખી થઇ જાય છે

અને ત્યારે જ આ બેખબર ને  જીવન નો પેલો વળાંક યાદ આવી જાય છે 

..ડર..


મસ્ત હવા ચાલી રહી છે..

જે તમારી ઝુલ્ફો ને સ્પર્શી રહી છે..

મન તો થાય છે કે હવા બની ને તમારી એ ઝુલ્ફો ને સ્પર્શી જાઉં..

પણ...

ત્યાં હું જોઉં છું તો મને ખ્યાલ આવે છે કે એ જ ઝુલ્ફો તમારા ગાલ ને પણ સ્પર્શી રહી છે..

મન તો થાય છે કે હવે એજ ઝુલ્ફો બની ને તમારા ગાલ ને સ્પર્શી જાઉં..

પણ...

મારી આ ઈચ્છા ને જાણી ને એવું કંઇક ના કરતા કે જેથી તમને જોવા માટે પણ તરસી જાઉં ...

મળવાની ચાહના


આ જીવન માં ઘણા લોકો મળીને છુટા પડી જાય છે..

એમાંથી અમુક જ લોકો હૃદય ને સ્પર્શી જાય છે..

એ લોકો જ્યારે મળે છે ત્યારે દિલ થી દિલ ના તાંતણા જોડી જાય છે..

અને જ્યારે છુટા પડી જાય છે ત્યારે ....?મુખમાંથી વાચા છીનવી લે છે..

પણ દિલ નો સંબંધ તો એવો છે દોસ્તો ...

એ ગમે તેટલા દુર હોય એમની યાદો અમારા દિલ પર છોડી જાય છે

એ યાદો માં એવા ચેહરા છે જે હૃદય ના તાર ઝંઝણાવી જાય છે અને અચાનક જ એ ચહેરાઓ તાદૃશ 
થઇ  જાય છે...


...   ત્યારે મન એવું ચકરાવે ચઢી જાય છે કે ફરીથી એમને મળવાની ચાહના થઇ જાય છે 

Sunday, March 6, 2011

તારી નારાજગી ...


તું જ્યારે મને નારાજ કરે છે ત્યારે તને ખુબ ગમે છે...

અને જ્યારે તું નારાજ થાય છે ત્યારે તને નારાજ થયેલી જોવી મને ગમે છે...

એ સમયે તારા ચહેરા પર જે હાવભાવ આવે છે એ જોવા મને ગમે છે...

તારી આંખો ને ઝીણી અને તીખી કરે છે એણે માણવી મને ગમે છે...

તને નથી ગમતું જ્યારે તારી આંખો માં કોઈ જુએ છે...

પણ મને તો તારી આંખો માં જ ખોવાઈ જવું ગમે છે...

તું જ્યારે નારાજ થાય છે ત્યારે તારા ઠાવકાઈ ભરેલા હાવ ભાવ ને જોવા મને ગમે છે...

વાંકા કરેલા હોઠ થી બનતા નાના ખંજન ને માણવું મને ગમે છે...

તું જ્યારે નારાજ થાય છે ત્યારે મને ગમે છે પણ.....


મને ડર છે કે તું સદા માટે તો નારાજ નહિ થઇ જાય ને?” 

Wednesday, March 2, 2011

..જીવન પણ કેવું અજીબ રમકડું છે..


જીવન પણ કેવું અજીબ રમકડું છે..


દરરોજે કોઈ નવી રીતે રમત રમાડે છે


ક્યારેક તમને ખોબો ભરી ને દુખ સાથે નાનકડી ખુશી આપે છે


તો ક્યારેક ખુશી ની અપેક્ષા તોડી ને દુ:ખ ની ધારા વહેવડાવે છે


ક્યારેક તમને પેટ ભરેલું હોવા છતાં પકવાનો ખવડાવે છે


ક્યારેક સખત ભૂખ હોવા છતાં ભૂખ્યા સુવડાવે છે


ક્યારેક ના હસવું હોય તો પણ ખડખડાટ હસાવે છે


ક્યારેક આ 'બેખબર' ને ખોટું સ્મિત આપવા મજબુર કરે છે


જીવન પણ કેવું અજીબ રમકડું છે..


દરરોજે કોઈ નવી રીતે રમત રમાડે છે...