Thursday, November 4, 2010

...તો મને ગમત....!

ફોન પર "જમી લેજો" એમ કેહવા કરતા તું પ્રત્યક્ષ આવી હોત તો મને ગમત.

તારા નયન માં છુપાયેલા એ પ્રેમ નો આનંદ લેવો મને ગમત.

જે સ્મિત અને વાત્સલ્ય થી તું મને જમાડત એ જોવું મને ગમત.

તને આ અદભુત ચાંદની માં જમાડી ને મારો પ્રેમ વ્યક્ત કરવો મને ગમત

કાશ !તું પ્રત્યક્ષ આવી હોત તો મને ગમત.


આપણે થોડો સમય સાથે વિતાવી શક્ય હોત તો મને ગમત.

તું મને જયારે જોવત ત્યારે ચંદ્ર ની ચાંદની તારા નયન માં જોવી મને ગમત.

મારા ખભા પર સ્મિત કરતા ચાંદ ની ચાંદની જોવી મને ગમત.

એ ચંદ ના ખોળામાં સુઈ ને આ સમય ત્યાં જ થંભાવી દેવો ગમત

में यहाँ तू वहाँ, ज़िन्दगी हे कहाँ? એ ગીત ગાવું ના પડ્યું હોત તો ગમત.

કાશ !તું પ્રત્યક્ષ આવી હોત તો મને ગમત.