જીવન માં પહેલી વાર એક એવો ધક્કો ખાધો છે કે બીજા વ્યક્તિઓ પર વિશ્વાસ મુકતા ડરે છે આ બેખબર..
ક્યાંક કોઈ ની ઉપર એવો આંધળો વિશ્વાસ મુકીને રાતે પાણી એ એવો તો રોયો છે કે આંખો પણ ખોલતા પણ ડરે છે આ બેખબર..
દિલ ની ધડકન જે વ્યક્તિ બની હતી ક્યાંક એણે જ દિલ તોડ્યું છે , એટલે જ દિલ નો ધબકાર ચુક્યો છે આ બેખબર..
જીવન માં કોઈ પણ વાત થી ના ડરતો આ કલરીયો આજે નવા સંબંધ માં નવા રંગ પૂરતા ડરે છે આ બેખબર..
અફસોસ થાય છે કે ખોટા વ્યક્તિ થી ઓળખાણ થઇ છે એ જાણવા છતાં સુધારવા નીકળ્યો હતો આ બેખબર..
એ વ્યક્તિ ક્યારેક તો પ્રેમ થી સમજશે એ માની લેવાની ભૂલ કરી બેઠો આ બેખબર..
ગુસ્સો તો ઘણો આવે છે એ વ્યક્તિ પર, ગુસ્સો ઉતારી ને સંબંધ ણી નવી શરૂઆત કરું કે એ વ્યક્તિ ને જ છોડી દઉં એ અસમંજસ માં ખોવાયો છે આ માનવરૂપી બેખબર..
કદાચ દરેક સાચા અને આંધળા પ્રેમ ના હકદાર નથી હોતા એ દિલ થી સમજ્યો આ બેખબર..
પણ, હવે એ જ દિલ દરેક માટે ઘભરાતા ઘભરાતા ધડકશે એનું શું કરશે આ બેખબર?
No comments:
Post a Comment