જીવન પણ કેવું અજીબ ઉખાણું છે!
ક્યારેક વહેતી નદી તો ક્યારેક શાંત ઝરણું છે..
ક્યારેક એક પ્રેમાળ વ્યક્તિની આસ છે તો ક્યારેક ખુદ પ્રેમાળ બનવાની પ્યાસ છે..
જીવન પણ કેવું અજીબ ઉખાણું છે.
ક્યારેક તો એ ભરી ભરીને ખુશીઓ આપી દે છે..
તો ક્યારેક આંસુ પણ ના આવે એવી વ્યથા માં મૂકી દે છે..
જ્યાં નજર પહોચે ત્યાં સુધી સાથી મિત્ર ને મૂકી દે છે..
પણ જો એજ જગ્યા એ આ બેખબર પહોચી જાય તો ફરીથી એ મૃગજળ બની ને દુર બેઠું હોય છે..
જીવન પણ કેવું અજીબ ઉખાણું છે.
ક્યારેક તો ઘણા બધા મિત્રોની ટોળકી આપી દે છે..
તો ક્યારેક એકલતાના વાવાઝોડા માં ધકેલી દે છે..
ક્યારેક એકલા એકલા પણ હસવાનો મોકો આપે છે..
તો ક્યારેક કોઈ ના ખોળામાં આંસુ સાલવાનો પણ મોકો આપે છે..
જીવન પણ કેવું અજીબ ઉખાણું છે.
ક્યારેક તો એટલા બધા શબ્દો આપી દે છે..
તો ક્યારેક આ જ શબ્દો ને વહેણમાં મુકે એવી વાચા ને છીનવી લે છે.
ક્યારેક મસ્ત મજાનું સપનું દેખાડે છે..
તો ક્યારેક કડવું સત્ય પણ ચખાડે છે..
જીવન પણ કેવું અજીબ ઉખાણું છે!
બસ એક જ દરખાસ્ત છે આ અજબ ગજબ ની જીંદગી ને...
“ક્યારેક તો તક આપ આ ઉખાણાને સુલ્જાવા નો...!”
પણ પછી આ જીંદગી મને કહે છે કે "મને સુલ્જાવામાં તું ખુદ જ ગોથા ખાઈ જઈશ એટલે મારા માટે તો તું એટલું જ કહે તો સારું છે કે “જીવન પણ કેવું અજીબ ઉખાણું છે!”
No comments:
Post a Comment