Sunday, January 9, 2011

..કોઈના ઈન્તજારમાં બેઠી છે તું..

એક ખૂણામાં શાંત બેઠી તું...
કોઈ વિચારોના સમુદ્રમાં મહાલતી તું...
ના જાણે કયા ગોથા ખાતી તું...
વિચારોમાં ખોવાતા-ખોવાતા સૌન્દર્યનું રસપાન કરાવતી તું...
પણ ચહેરા પર સાચા હાવભાવ ન લાવતી એવી ચાલાક તું...
બસ મુખ પર જાણે અશાન્તીભારી શાંતિ દેખાડતી તું...
સાથે સાથે કેશને રમાડતા ધ્યાન બીજી તરફ દોરતી તું...
કોઈ ધ્યાનમાં આવે કે નાં આવે પણ પોતાનામાં ખોવાયેલી કેવી સુંદર ઢીંગલી તું...
ના જાણે કયા રમત દેશમાં ઘુમતી રહેતી તું...
ક્યાંક પેલો મોબાઈલ વાગતો ને તંદ્રા માંથી જાગતી તું...
આશ સાથે જોતી પણ નિરાશા પામતી તું...
મને લાગે છે કોઈના ઈન્તજારમાં બેઠી છે તું...
આજુબાજુ આવતા અવાજની પરવા કર્યા વગર અશાંતિપૂર્ણ શાંતિ માણતી તું...
એજ તંદ્રા માં કોફી ની  ચૂસકી માણતી તું...
પણ એમાય ઇન્તજાર અને બેકરારી દેખાડતી તું...
મારા મન માં થાય છે કેવા શાંત હાવભાવ દેખાડતી અશાંત છે તું...
ત્યાજ અચાનક મને કેવા અજબ હાવભાવથી દેખતી તું...
તને ક્યારનો દેખી રહ્યો એમ મને પકડી પાડતી તું...
ત્યારે મને ભાન થાય  છે કે ક્યારનો હું જેને જોઈ રહ્યો છું એ છે તું... 
આંખો થી  મને પૂછતી  કે કેમ મને જુએ છે તું...
થોડા ક્ષણો ની  આંખો થી થતી વાતોને તોડતા મોબાઈલને જુએ છે તું...
ચહેરા પર થોડી નિરાશા અને થોડો ગુસ્સો દેખાડતી જતી રહે છે તું... 
ત્યારે મારી તંદ્રા તૂટે છે પણ મને તો હજુ પણ લાગે છે કે કોઈના ઈન્તજારમાં બેઠી છે તું.. 

1 comment: