Wednesday, January 5, 2011

..હું અને મારી કલમ..

ઘણા સમય થી કલમથી નાતો છૂટી ગયો છે એવું લાગે છે..  
કલમ મારાથી રુઠી હોય એમ લાગે છે..

કલમ કહે:'એવું તો નથી ને કે તારો મારા કલમ-મન સાથેનો નાતો તૂટી ગયો છે?'

હું કહું:વાત જાણે એમ છે કે સમય નથી મારી પાસે.. 
તો એ કહે:કે પછી સમય નથી મને મારા માટે ?

"આંખો માં ઘણા સપના લઇ ને ઉડી રહ્યો છે આ બેખબર.."
'શું એ દિશાની ખબર છે તને એ બેખબર?'

"તને જ તો ખબર છે કે આ સપના માં તું જ હમેશ બની છે મારી સાથી.."
'સપના મળી રહ્યા છે , ભૂલ્યો છે મને એથી?'
(મોઢું બગાડીને બેસી છે આ કલમ મારી 
જાણે રિસાયેલી માશુકા પ્યારી)

"તું જ તો જાણે છે કે હું તારા સિવાય કોઈને પસંદ નથી કરતો
તારાથી જ તો હું પોતાને પામું  છું"
'એટલે જ તું પોતાને પામીને મને ભૂલતો જાય છે , નહિ?'

(આમ ને આમ હું મારી પ્યારી માશુકા કલામને મનાવતો જાઉં છું અને એ રીસાતી જાય છે 
એને પણ ગમે છે રીસાવું અને મને પણ ગમે છે એને મનાવવું)

મનાવતા મનાવતા ક્યારે એ મારી સાથી બની જાય છે અને ક્યારે એ રીસાવવા મનાવવાની ઘટના એક કવિતા બની જાય છે!

No comments:

Post a Comment