આજે કંઇક નવુ કરવાની મજા માણી...
આજે વરસાદમાં વહેતી દુનિયાને દેખવાની મજા માણી...
આજે પાણીમાં છબછબીયા કરીને બાળક બનવાની મજા માણી...
આજે કાગળની હોડી બનાવીને સાગર પાર જવાની મજા માણી...
આજે વીજળીના ચમકારાથી ચમકી જવાની મજા માણી...
આજે વાદળના ગડગડાટથી ડરીને ઘરમાં સંતાઇ જવાની મજા માણી...
આજે વરસાદની બુંદોમાં બાળપણ જોવાની મજા માણી...
કાશ...! હંમેશા આવા 'બેખબર' બાળક રહીએ, એવી ઈચ્છાની મજા માણી...
No comments:
Post a Comment