Friday, August 6, 2010

મળવાની ચાહના...

આ જીવનમાં ઘણા લોકો મળીને છૂટા પડી જાય છે...
એમાંથી અમુક જ લોકો હૃદયને ર્સ્પશી જાય છે.

એ લોકો જ્યારે મળે છે ત્યારે દિલ સાથે દિલના તાતણાં જોડી જાય છે...
પણ... 
જ્યારે છૂટા પડે છે ત્યારે હૃદયમાં યાદોના પડઘા મુકતા જાય છે.

યાદોના એ પડઘામાં, કેટલાક એવા ચેહરાઓ છે જે હૃદયના તાર ઝણઝણાવી જાય છે 
અને ફરીથી એ જ ચેહરાઓ અને યાદો તાદૃશ થઈ જાય છે

દિલનો સંબંધ તો એવો છે એ 'બેખબર' !!!

એ ગમે તેટલા દૂર હોય એમની યાદોનો સાગર અમારી આંખોને છલકાવી જાય છે,

ત્યારે મન એવુ ચકરાવે ચઢી જાચ છે કે ફરીથી એમને મળવાની ચાહ થઈ જાય છે!

No comments:

Post a Comment