ઘણા સમયથી કંઇક લખતો રહ્યો છું
ક્યારેક વિચારીને, તો ક્યારેક વિચાર્યા વગર.
ક્યારેક સમજીને, તો સમજ્યા વગર.
કંઈક લખતો રહ્યો છું
ક્યારેક કોઈકના ચહેરાના હાવભાવ
તો ક્યારેક કોઈકના મનના હાવભાવ
કોઈકના 'કહેવાતા' મીઠા વેણ,
દિલને ચિરતા કડવા કહેણ.
લખતો રહ્યો છું
ક્યારેક ભાગદોડ ભરી જીંદગીમાં,
ક્યારેક અશાંતિ ભરી શાંતિમાં.
ક્યારેક લોકોના ટોળામાં,
ક્યારેક બહું દૂર એકલામાં.
કંઈક લખતો રહ્યો છું
ક્યારેક ઘોંઘાટ ભયૉ માહોલમાં, ક્યારેક અશાંતિના સન્નાટામાં.
ક્યારેક વિચારતા વિચારતા ખોવાઈને,
ક્યારેક ખોવાયેલા વિચારીને
કંઈક લખતો રહ્યો છું
મન પૂછે છે, 'ભાઈ તું શું કરે છે?'
ત્યારે એક જ જવાબ 'બેખબર' થઈને આપું છું ,
'ઘણા સમયથી કંઇક લખતો રહ્યો છું,
ક્યારેક વિચારીને, તો ક્યારેક વિચાર્યા વગર.
ક્યારેક સમજીને, તો ક્યારેક સમજ્યા વગર.
કંઈક લખતો રહ્યો છું.'
nice poem dude..
ReplyDelete