(કદાચ પહેલી વાર આ બેખબર પોતાની કવિતા વિશે કહેવા જઈ રહ્યો છે
આ કવિતા માત્ર એક ફોટોગ્રાફ પર થી કંડારવામાં આવી છે હવે એ જ "ફોટોગ્રાફ" "જરા વાંચી" જુઓ )
તારો આ ચહેરો જોઈ ને તને કંઇક કહેવાનું મન થાય છે
તારી ભીની ઝુલ્ફો માં રહેલા એ પાણી ને હમેશા માટે રહેવાનું મન થાય છે
તારા ચહેરા પર ની ભીનાશ ભરી મહેક ને હમેશા માટે એ જ ચહેરા પર રહેવાનું મન થાય છે
તારી આંખો જે દ્રશ્ય જોઈ રહી છે એ દ્રશ્ય ને એ જ આંખો માં રહી જવાનું મન થાય છે
નાજુક બે હોઠો ની વચ્ચે છુપાએલા મોહક સ્મિત ને જોઈ ને એ સ્મિત ને ત્યાં જ રાખવાનું મન થાય છે
આ વાંચી ને તારા મન મુખ પર જે દ્રશ્ય રચાયું હશે તેને મારા બેખબર મન થી જોવાનું મન થાય છે
તારો ચહેરો જોઈ ને તને કંઇક કહેવાનું મન થાય છે..