Saturday, September 18, 2010

માનવ ખોવાયો છે...

આજે માનવ ખોવાયો છે...

સંબંધો સાચવવાની હોડમાં,
સમાજના રિતરિવાજોની સાપસીડીમાં,
માનવ ખોવાયો છે...

અપેક્ષાઓના બંધનમાં,
હ્રદયની ઈચ્છાઓના મૃત્યુસ્પંદનમાં,
માનવ ખોવાયો છે...

મિત્રો સાથેની મોજમજામાં,
ક્યારેક એકલા એકલા રડવામાં,
માનવ ખોવાયો છે...

યુવાનીના જોશમાં,
વૃધ્ધત્વની કરચલીઓના અનુભવમાં,
માનવ ખોવાયો છે...

સુખના પડછાયામાં,
દુઃખના પ્રતિબિંબમાં,
માનવ ખોવાયો છે...

પ્રેમના સુવર્ણમૃગને પામવામાં,
ખુશીના આભાસજળને પીવામાં,
માનવ ખોવાયો છે...

આપ્તજનોની સ્વાર્થીવૃતિમાં,
સાથીમિત્રની અખૂટ પ્રેમવૃતિમાં,
માનવ ખોવાયો છે...

લોકોના અનેકરંગી મ્હોરાઓમાં,
જ્વલ્લેજ દેખાતા સાચા આયનામાં,
માનવ ખોવાયો છે...

ફેસબુક ઓરકુટ પર સ્ટેટસ અપલોડ કરવામાં,
એ જ સ્ટેટસ પર કમેંટ્સ મેળવવાની લાલસામાં,
માનવ ખોવાયો છે...

સંતોષી જીવન જીવવાની આસમાં,
એ જ જીવન જીવી રહ્યા છે તેવા આભાસમાં,
માનવ હંમેશા 'ઘવાયો' છે...

કદાચ એટલે જ આજે માનવ ખોવાયો છે...

આજે માનવ ખોવાયો છે!

1 comment: