Tuesday, October 5, 2010

પૂર્ણતાનો એહસાસ ...!

પ્રેમરૂપી ઝરણામાં ક્યારેક ગેરસમજરૂપી વમળો સર્જાય છે ...

સદા ચાલતા રહેતા સુગમ પ્રવાહને તોડવામાં આવે છે ...

જ્યાં એક બાજુ કંઈક ઉલટું વિચારીને પગલા પાછા લેવાય છે ...

ત્યાંજ તો સાચા પ્રેમની પરીક્ષા લેવાય છે ...

તો બીજી બાજુ પણ એવા જ કોઈક વિચારમાં પિછેહટ કરાય છે ...

એમાં પ્રેમમાં નિષ્ફળ થયાનો આભાસ જણાય છે ...

દૂર રહેવાનો નિર્ણય લઈને 'એમને' ધડકનોમાં સમાવવામાં આવે છે ...

થોડા સમયના વ્હેણ બાદ રસ્તામાં ક્યારેક અચાનક 'એ' મળી જાય તો દિલની ધડકનો દોડતી જણાય છે

ત્યારે આંખોમાં ન જોઈ શકાય તેવી અશક્તિ સર્જાય છે

મિત્ર! ત્યારે જ તો સાચા પ્રેમની પરીક્ષા લેવાય છે

પણ આ પરીક્ષા આમ કંઈ અપૂર્ણ જણાય છે

એમા પૂર્ણતાનો એહસાસ 'એ' સાથીને મળ્યા બાદ જ થાય છે

અને કદાચ આમ જ પ્રેમની પરીક્ષા ચાલ્યા કરે છે .

3 comments: