તારી આંખો ને જોઈને એવું થાય છે કે મારો જન્મ તારા નેત્રો માં થાય અને મૃત્યુ તારા આંસુમા થાય..
તારા હોઠ ને જોઈ ને એવું થાય છે કે વરસાદ નું પાણી જે તારા હોઠો ને સ્પર્શી રહ્યું છે તેમાં મારું જીવન થાય અને જે બુંદ તારા હોઠો ને સ્પર્શી ને વહી જશે એમાં મારું મૃત્યુ થાય..
તારા હૃદય ના દરેક ઉઠતા સ્પંદન માં મારું જીવન થાય અને પસાર થઇ ગયેલા સ્પંદન મારું મૃત્યુ થાય..
તારા દરેક અંદર જતા શ્વાસમાં મારું જીવન સર્જાય અને દરેક બહાર જતા શ્વાસ જે તેને સ્પર્શી ને વહી ચુક્યા છે એમાં હું મલીન થાઉં..
બસ એક જ વાત કહું કે મારું જીવન તારી જોડે થાય અને મૃત્યુ તારાથી અલગ થઇ ને થાય...
No comments:
Post a Comment