ખુલી આંખે પળો ની હારમાળા રચાઈ ગઈ ...
એ મારી આંખો ના ખૂણે એક બિંદુ લાવી ગઈ...
એ યાદો ના પરિણામ રૂપી અશ્રુ ને સાચવી લેજો
એ જ યાદો મારા ચહેરા પર સ્મિત રૂપી જીંદગી લાવી ગઈ ...
એ સ્મિતરૂપી જિંદગીને સાચવી લેજો.
ક્યારેક કોઈ પળે મને તમારા આલિંગનની માંગણી કર્યાની યાદ અપાવી ...
એ જ સમયે તમારા ઇનકારની હઠ મારી આંખોને ગઈ રુલાવી ...
થઇ શકે તો એ આલિંગન ને મારા અંતિમ સમય માટે સાચવી લેજો.
બસ એક જ દરખાસ્ત કરું છું કે...
કોઈ પણ સમયે તમારી પાસે થી એ જ આલિંગન ની માંગણી કરું તો એને મારી જીંદગી સમજી ને આપી દેજો.
સાચવી લેજો...